ઈસ્ટ એરિયા માં મહાવીર જન્મ કલ્યાણક ની ઉજવણી
શનિવાર તારીક ૨૭ મી એપ્રિલ ના ઈસ્ટ એરિયા ના મેમ્બેરો ખુબજ ઉત્સાહથી સેંટ જોન્સ હોલ માં પધારિયા, અને મહાવીર જન્મ કલ્યાણક ઉજવવાની આતુરતા હતી. ઓસવાળ સેન્ટર માંથી જયેશભાઇ ને તેડવા કિશોરભાઈ ગયા હતા અને ટાઇમસર હોલ માં હાજરી આપી અને આવીને જયેશભાઇ એ કાર્યક્રમ સરૂ કરી દીધો.
સૌ પ્રથમ એંક મિનિટ શાંતિ રાખી કે આપણા ગુરુદેવ ચિત્રભાનુ કાળ પામ્યા તો તેમના આત્મા ને શાંતિ મળે. પછી ત્રણ નવકાર બોલીને કાર્યક્રમ ની સરુવાત કરી.
જયેશભાઇ એ મહાવીર સ્વામીના જીવન બારા વાત કરી અને તેમના નિયમો ઉપર વાત કરી. મહાવીરસ્વામી એક નિયમ નકી કરેલ કે તે કોઈ પણ ને જમાડી ને જમે અને એક દિવસ તે ખેતરમાં કામ કરતા હતા અને જમવાનો સમય થયો પણ આજુ બાજુમાં કોઈ દેખાઈ નહિ અને તેવો રાહ જુવે કે કોઈ અતિથિ ને હું જમાડું. સમય વહેતો જાય છે અને તેવો રાહ જોઈ છે. તેમનો જમવાનો સમય પણ વહેતો જાય છે. હવે તેમના નિયમ પ્રમાણે નકી કર્યું કે હવે આજે જમશે નહિ. ત્યાં તેમણે દૂરથી કોઈને આવતા જોયા અને તેમના હર્ષનો પાર ના રહ્યો. પછી અતિથિ ને મળે છે અને જમવાનો આગ્રહ કરે છે. અતિથિ ખુબજ રાજી થાઇ છે અને જમવા બેસે છે અને મહાવીર સ્વામી ખુબજ આગ્રહથી જમાડે છે. અને અતિથિ ના જમવા પછી જરાક ખાવાનું બચે છે તે મહાવીર સ્વામી જમે છે. તો તે દર્શાવે છે કે તેમણે નિયમ પ્રમાણે બીજાને પહેલા જમાડવા અને પછી તેમણે જમવું, અને આ ટેક તે કાયમ પાડતા.
બીજું ત્રિશલા માતા ગર્ભા અવસ્થામાં રાત્રીના નિંદરમાં ૧૪ સ્વપ્ન ના દરસન થાઈ છે અને તે સ્વપ્ન બીજે દિવસે દરસાવે છે અને તે બધા સ્વપ્ન સાંભળીને જાણવામાં આવે છે કે તેમને ત્યાં એક મહાપુરૂસઃ નો જન્મ થશે જે પૃથ્વી નું કલ્યાણ કરશે. અને આ મહાપુરૂસઃ મહાવીર સ્વામી હતા.
તો આજનો દિવસ તે બધા સ્વપ્ના વધાવાનો અને તે સ્વપ્નાને યાદ કરવાનો દિવસ છે. અને તેની ક્રિયા આજે કરવામાં આવશે. અને દરેક સ્વપ્નના ના દર્શન કરીને અને આજે સૌ તેનો લાભ લહિયે.
લગભગ બધા સ્વપ્ના લેવાઈ ગયા હતા અને બાકીના સ્વપ્નાંની માટે તરત નામ મળી ગયા.
ત્યાબાદ મહાવીર જન્મ કલ્યાણક ની ઉજ્જવની શરૂ કરી.
જયેશભાઇ સ્વપ્નાંની સમજણ આપતા અને જે વ્યક્તિ એ લીધેલ સ્વપ્ન વધાવવા આવતા અને દરશન કરીને પબલીક ને દરશન થાઈ તેમ આંટો ફરીને આવતા અને એવી રીતના ૧૪ સ્વપ્નનો લાભ દરેકને માડ્યો. ખુબજ શાંતિ થી બધા એ લાભ લીધો.
પારણામાં માં શ્રીફળ પધરાવાનું, ભગવાન નો જન્મ અને પારણું જુલાવવાનુંનો લાભઃ પુષ્પાબેન રમણીકલાલ શાહ લીધેલ. આરતી નો લાભઃ લલિતાબેન અમ્રિતલાલ શાહ અને નીતિને લીધેલ.
મંગલ દીવાનો લાભઃ માતુશ્રી સંતોકબેન દેવજી મેઘજી શાહ પરિવાર એ લીધેલ હસ્તે બાબુલાલ અને ભારતીબેન.
પ્રભાવના શ્રી સંઘ , લલીતાબેન, નરોત્તમભાઇ તથા પુષ્પાબેન તરફથી કરવામાં આવેલ તો તેમનો આભાર. બધાને ખુબજ મજ્જા આવી. પછી જયેશભાઈને ઓસવાળ સેન્ટર વિજયભાઈ મુકવા ગયા અને તેમનો પણ ખુબજ આભાર માણીયે છીએ. જયેશભાઈનો પણ ખુબજ આભાર અને આવા ધાર્મિક કાર્ય પરામાં કરવા માં આવે તો ખુબજ બધાને ધર્મ લાભ મળે. આ બારામાં આપણી સેન્ટર સમિતિ ને ખાસ સગવડ કરવી જોઈએ અને નાના પરામાં કાર્યક્રમ ગોઠવવા જોઈએ.
રિપોર્ટ લખનાર ….. બાબુલાલ દેવજી શાહ
To see more pictures, click here.