East Area Picnic Gujarati

ઈસ્ટ એરિયા પીકનીક. 

રવિવાર  ૧૩ જૂન  ૨૦૨૧

 

ઈસ્ટ એરિયા ની સમિતિ ની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે રવિવાર આવે છે ત્યારે હવામાન ખુબજ સરસ છે અને ગરમી તેમ તડકો પડવાના છે, તો આપણે પિકનિક નો પ્રોગ્રામ રાખીયે. એમ પણ નકી થયું કે ગવરમેન્ટ ના કાયદા ને મંજુરમાં રાખીને ૩૦ મેમ્બેર ને જેમાં જેના પહેલા નામ આવે તેમને લેવામાં આવશે.

રવિવાર આવી ગયો અને દિવસ પણ ખુબજ સરસ ઉગ્યો અને ગરમી પણ ખુબજ મજા આવે તેવી હતી. પિકનિક વેલેનટાઈન પાર્ક ઈલ્ફોર્ડ માં રાખેલ અને ૨૬ મેમ્બર ની હાજરી હતી. બધા ખુબજ ઉત્સાહમાં હતા અને લોકદાઉંન સમયની વાતો  કરી. લોકદાઉંન સમયમાં ઘણાયે તેમના સગા સબંધી ને ગુમાવ્યા તે માટે તેમને આશ્વાસન આપ્યું. પછી બધા ભેગા થઈને ફ્રૂટ જુઈસ અને ઠંડા પાણી પીધા. થોડા બીટિંગ્સ પણ ખાવામાં આવ્યા ગરમી સરસ હોવાથી પાણી ખુબજ મીઠું લાગેલ અને તેમાં આઈસ રાખવામાં  આવેલ એટલે ગુંબજ સરસ લાગેલ.

સમિતિની મિટિંગ માં નકકી  કરવામાં આવેલ કે પીકનીક માં ભેળ સમિતિ તરફથી આપવામાં આવશે, અને બધાએ ઘરેથી એક એક વાનગી બનાવીને લાવ્યા હતા. જેવોએ આ વાનગી બનાવી તેમનો ખુબ ખુબ આભાર.

આ ભેળ ખુબજ સ્વાદિષ્ટ અને સરસ બનાવામાં આવેલ. તે સિવાય બધા ઘરેથી એક ડીશ લયી આવેલ અને ઘણી વાનગી પીરસવામાં આવેલ. પિકનિક નું જમવાનું ખુબજ સ્વાદિષ્ટ અને ખુબજ તત્વ વારૂ હતું.

બપોરનો સમઈ જમવાનો થઇ ગયો હતો અને બધા જમવા માટે ત્યાર હોવાથી જમવાનું પીરસવામાં આવેલ. બધાને જમવાનું ખુબજ પ્રસન્ન આવ્યું અને બહુજ સ્વાદિષ્ટ હોવાથી બીજી વાર પણ લીધું.

ત્યાર બાદ બધો કચરો ભેગો કરવામાં આવ્યો અને તેને સરખી રીતે ફેંકી આવ્યા.

થોડો બધાયે આરામ કર્યો અને પછી ખોખો રમ્યા. આ રમત માં ખુબજ દોડવાનું થાઈ તો તે બધાને ખુબજ આનંદ આવ્યો. જોવાની વાત તો એ છે કે બધા ૬૦ ની ઉમર ની ઉપરના હતા તો પણ દોડવાનું કાર્ય કરિયું.

ત્યાર બાદ બધા ભેગા થઈ ને બિંગો ની રમત રમ્યા. બિંગો ઘણા વખત પછી રમવાની બધાને ખુબજ મઝા આવી. બિંગો રમતા રમતા ઘણા જોક્સ થતા અને ખુબજ હસવાની મઝા આવી.

વેલેનટાઈન પાર્ક ઈલ્ફોર્ડ માં એક એવો ખુબજ સુંદર અને મોટો પાર્ક છે. આ પાર્કમાં બોટિંગ કરવાનો લેક ખુબજ સુંદર છે અને દૂર દૂર થી આ પાર્ક નો લાભ લેવા ઘણા માણશો આવે છે. આ લેક માં બહુજ ખુબસુરત બતક, અને બીજા પાણી માં રહેતા પ્રાણી હોઈ છે. આ પાર્ક ખુબજ મોટો પાર્ક છે અને ચાલવાની, રમવાની, બેસવાની, અને બાળકો ને રમવાના નાના નાના સુંદર પાર્ક છે.  એક રેસ્ટરાંત ચાઇ પાણીનો અને ઇસિકરીમ નો છે.

થોડા વરસો પહેલા એક સરસ હોલ બાંધવામાં આવેલ અને ત્યાં લગ્ન પણ કરવાની સરસ જગા છે. આ એવો સુંદર પાર્ક છે કે ત્યાં વસ્તી જોઈને પણ આગો દિવસ નીકળી જાય.

પીકનીક એ પણ એવી સરસ પ્રવૃર્તી છે કે ત્યાં કોઈ ખર્ચ વગર આપણે ખુબજ આનંદ માણી શકીયે છીએ, અને ઓશવાળ સમાજમાં અને બધી એરિયા માં આ કાયમી પીકનીક નો પ્રોગ્રામ રાખવો જોયે. મારા વિચાર પ્રમાણે બે એરિયા ના મેમ્બેરો ભેગા થઇ ને પીકનીક રાખવી તો એક બીજાને ઓળખી સકાય અને નવી મિત્રતા થઇ શકે.

 

રિપોર્ટ લખનાર બાબુભાઇ દેવજી શાહ.  East Area

 

Check out these photos.