દિવાળીનો ઉત્સવ
દર વરસની જેમ, દક્ષીણ (south)ની શાળાએ દિવાળીનો ઉત્સવ 30 ઓક્ટોબરના ખાસ કરીને બાળકો માટે રજુ કર્યો હતો.
અમે કળશ પૂજાથી શરુ કરી, ગણપતી દાદા, તીર્થંકર ભગવાન – મહાવીરતથા પાર્શ્વનાથ, રામ ભગવાન, દેવી સરસ્વતી અને લક્ષમીજીની તેમજ કૃષ્નભગવાનની પૂજા એકદમ રસ પૂર્વક, ગુજરાતી અને અંગ્રેજીમાં, ખુબજ સાદી અને સરળ ભાષામાં સમજાવી હતી, જેથી બાળકોને સમજ પડે.
શાળાના દરેક બાળકને બોલવા અથવા ગાવામાં ભાગ આપવામાં આવ્યો હતો અને તેઓ આગળ આવી સરસ રીતે આત્મ વિશ્વાસથી બોલ્યા હતા.બાળકો જેને ગાવામાં રસ હતો તેઓ સંગીત મંડળીમાં જોડાયા હતા અને દરેક પૂજાના સ્તવન કે ભજન ઉત્સાહથી ગાયા હતા.. પૂજા અને રંગોળીની બધીજ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
બધાજ બાળકો અને વલીઓ માટે ચા નાસ્તાની સગવડ કરવામાં આવીહતી.
બાળકો ગુજરાતી ભાષા શીખવાની સાથે આપણી સંસ્કૃતિ, ધર્મ, સંગીત,સેવા અને માનસનમાનનાં પાઠ શીખે છે.
આનંદથી ભણતા બાળકો જીવનભરની મિત્રતા પણ બનાવે છે.
અમને ખ્યાલ છે કે બહાર ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ નાના બાળકો વારા વાલીઓને અમારી ખાસ વીનંતી છે કે તમારા બાળકોને ગુજરાતી શાળામાં મોકલો. ખરેખર આનું પરિણામ તો તમને જ્યારે બાળકો મોટા થશે ત્યારેજ તેનો ખ્યાલ આવશે. આપણી સંસ્કૃતિ વીશેશીખેલા બાળકોના વિચારો ઘણાજ અલગ તરી આવશે.
અમે બાળકોને અત્યારની ટેકનોલોજી વાપરી ગુજરાતી શીખવીએ છીએ અને સાથે આપણી સંસ્કૃત્તિ, ધર્મ, સંગીત વગેરે આનંદ અને મોજથીશીખવી તેમનો આત્મ વિશ્વાસ વધારીએ છીએ..
આપણી સંસ્કૃત્તિ જાળવવા માટે બધી ગુજરાતી શાળાઓ મોટો ફાળો આપી રહી છે.
Diwali celebrations by South Oshwal Gujarati School
As every year we celebrated Diwali on 30th October 2021. The programme started by children doing Pooja, worshiping Ganapati Dada, Tirthankar Bhagwan – Mahavir and Parshvanath, Ram Bhagwan, Saraswati Devi and Lakshmiji as well as Krishna Bhagwan
The whole ceremony was conducted in both Gujarati and English. It was kept very simple and in easy language so that the children could understand and engage in.
Every child in the school was given a part to speak or sing and they all did this with such great confidence. The children enthusiastically participated in all the activities of pooja.
Hot drinks and a delicious lunch was enjoyed by all the children, parents and guests. All dishes were generously prepared by the school team. After lunch everyone got engrossed in doing Rangoli and it was a special family bonding time.
This event highlighted that it is possible to engage children in our culture and this is what Gujarati school is all about now. Children learn with joy and also form lifelong friendships.
Parents and guests generously donated over £900 to the school. We will use these funds to donate to a worthy cause and also to fund school cultural activities