Dal Roti with Exercises and Card Games (in Gujarati)

 ઈસ્ટ એરિયા માં દાળ રોટી સાથે કસરતનો કાર્યક્રમ

શનિવાર ૧૮ મી મે ના ઈસ્ટ એરિયા ના સેન્ટ જ્હોન્સ હોલ માં ૭.૦૦ થી ૧૦.૦૦ ના દાળ રોટી  નો કાર્યક્રમ ગોઠવમાં આવેલ. હોલ ખુલવાની સાથે મેબેરો આવવા મંડ્યા અને નવા મેમ્બેરોની હાજરી હતી. અમોને ખુબજ આનંદ થયો કે નવા મેમ્બેરો આવીને ઈસ્ટ એરિયા ના કાર્યમાં ભાગ લિયે છે.

બીજું મારો  વિચાર એ આવ્યો કે આપણા દરેક પ્રોગ્રામ માં અડધો કલાક એક્સરસાઈઝ રાખવી જોઈએ અને મેમ્બરને તેનાથી લાભ મળે.

આજનો કાર્યક્રમ માં રેડબ્રીજ કાઉન્સિલ માં થી લેડી એક્સરસાઇઝ કરાવવા  આવવાની હતી તો કોઈ કારણે ટાઇમસર ના આવેલ, તો ભારતીબેને કસરત ની શરૂવાત કરી દીધી અને પછી જે લેડી આવવાની હતી તે આવીને અડધો કલાક બધાને  એક્સરસાઈસીઝ  કરાવી.

મારા પ્રમાણે તેની એક્સરસાઇઝ મોટી ઉંમરના મેમ્બેરો માટે વ્યાજબી ના હતી અને વચલી વયના માટે બરોબર કહેવાય. એ જે એક્સરસાઇઝ કરાવે છે તે ઍરોબિક્સ કહેવાય અને મોટા માટે વ્યાજબી ના કહેવાય. ઈસ્ટ એરિયા લેડી નો આભારી કે તે આવીને તેનો કિંમતી સમય આપણ ને આપ્યો.

એક્સરસાઇઝ પુરી થઇ એટલે બધા ને પેટમાં ગડબડ થવા લાગી અને ભૂખ ખુલી, અને ગરમ ગરમ દાળ અને સાથે ગરમ રોટલી પીરસવામાં આવી, અને તેની સાથે કચુંબર અને ગોર ખાવાની ખુબજ મઝા આવી. સર્વેનાં મુખમાં આનંદ માતો નહતો અને આરામથી બધા જમ્યા. પછી ઘરે બનાવેલ બિસ્કિટ અને ગરમ ચા પીરસવામાં આવી.

ત્યારબાદ માણસો મેડ઼ાવોકરતા હતા અને એક ટેબલ ઉપર કાર્ડ્સગૅમ  રમતા અને બાકીની મહિલા પણ મેડ઼ાવો કરવામાં મશગુલ હતા.

બીજી બાજુ રસોડામાં બધા હળીમળી ને કામ કર્યું અને આમારા પ્રમુખ સાહેબે મેમ્બેરો ને ખાસ વિનંતી કરી કે જમ્યા પછી રસોડામાં મદ્દદ કરવા આવવાનું.

ત્યાર બાદ ઘરે જવાનો સમય થઇ ગયો અને બધા શાંતિથી અને ખુશીથી ઘરે ગયા અને બધાને ખુબજ મઝા આવી.

આવતો  કાર્યક્રમ તારીક 29th June ના માં જરૂર આવશો અને દાળ રોટી સાથે કાર્ડ્સ ગેમ નો કાર્યક્રમ ગોઠવેલ છે.

રિપોર્ટ દેનાર   બાબુલાલ દેવજી શાહ


Back to East Area page.