ઈસ્ટ એરિયા વાર્ષિક સભા ૬ એપ્રિલ ૨૦૧૯
ઈસ્ટ એરિયા ની વાર્ષિક સભા ૬ એપ્રિલ ના રાખવામાં આવેલ અને મોટી સંખ્યામાં ઈસ્ટ એરિયા ના મેમ્બેરોની હાજરી હતી. મેમ્બેરો આવીને તેમનું નામ નૉંઠાવીને સર્વ પ્રથમ પ્રાર્થનામાં જોડાયા અને નવકાર મંત્ર બોલીને તેમનું સન્સ્થા એ મેમ્બેરોનું આગમન કર્યું.
લતાબેને બધાને આવકાર આપીને બધાને જમવા માટે બોલાવ્યા.
જમવામાં ખીચી હતી. ગરમ ગરમ ખીચી નરોત્તમભાઇ અને ચંદનબેને બનાવેલ અને બીજા કાર્યકરોની પણ મદદ હતી.
ખીચી ખુબજ બધાને ભાવિ અને સાથે ચાઇ અને પાણી તેમ બિસ્કિટ રાખવામાં આવેલ.
વાર્ષિક મિટિંગ ૮ વાગ્યાનો સમય હતો અને સમયસર મિટિંગ માટે સર્વે મેમ્બેરો બેસી ગયા. ઈ સી માંથી આપણા પ્રેસિડેન્ટ નિલેશભાઈ, ધીરેનભાઈ, સુધીરભાઈ, અશ્વિનભાઈ તેમ હેમીનીબેન પધારેલ. મિટિંગ માં અમારા ઉપપ્રમુખ કિશોરભાઈ ની હાજરી ના હતી. તેમના સાલા શ્રી અમુભાઈ નું અચાનક સ્વગવસ નકુરુ માં પામેલ, અને તે દિવસે તેમની
શાદડી હોવાથી આવી ના શકઆ . બાબુભાઇ ને સાદડી માં જવાથી મોડા આવેલ.
મિટિંગ લલીતાબેન, લતાબેન તેમ અશ્વિનભાઈ ઓફિસ બેરિઅર્સ એં સરૂ કરી, અને સર્વે મહેમાનોનુ આવકાર આપીને, ઈસ્ટ એરિયા ની વાર્ષિક થયેલ કાર્યક્રમની વિગત આપી. અશ્વિનભાઈ એ ખુબજ સરસ ખજાનજીનો રિપોર્ટ આપ્યો, અને ઈસ્ટ એરિયા એ સારી રકમ ભેગી કરેલ છે તેની સમજણ આપી. લતાબેન તેમનો સેક્ટરી રિપોર્ટ આપ્યો, લલીતાબેન તેમનો રિપોર્ટ આપ્યો સાથે કિશોરેભાઈ નો રિપોર્ટ પણ વાંચીને સંભળાવિયો સમિતિ ના મેમ્બેર ભારતીબેન, નરોત્તમભાઇ, નંદલાલભાઈ તેમ બાબુભાઈનો રિપોર્ટ આપ્યો અને બધાયે ખુબજ સરસ કાર્ય કર્યું છે.
પછી નિલેશભાઈએ તેમનો સંદેશ આપ્યો અને તેમને ઈસ્ટ એરિયા ખુબજ મહેનત કરે છે અને સરસ કામ કરે છે, તેમ તેમનું કહેવું થયું કે આ નાનો પરો છે અને ખુબજ શાંતિથી કામ કરે છે.
સુધીરભાઈ, અસ્વીનભાઈ, ધીરેનભાઈ નું પણ તેમજ કહેવાનું થયું. હેમીનીબેન તો આમારા પરાના મેમ્બર છે અને તેમનું પણ એંજ મત્ત હતો. હેમીનીબેને પરામાં ખુબજ નાની વય થી કામ કરેલ છે અને તેમને ખુબજ સારી રીતના કેળવણી મળી અને આપણી સંસ્થા માટે સેક્રેટરી ની જવાબદારી સંભાળી.
ટૂંકમાં ઈસ્ટ એરિયા નાનો પરો છે અને બધા ખુબજ સારું કામ કરે છે.
To see more pictures, click here.
Back to East Area page, click here.