બિંગો નાઈટ ( ઈસ્ટ એરિયા નો મંથલી પ્રોગ્રામ ) Gujarati version
શનિવાર તારીખ ૨૮ મી જુલાઈ ના મન્થલી પ્રોગ્રામ રાખવામાં આવેલ અને સ્વસ્તિ ભોજન પીરસવામાં આવેલ. મોટી સંખ્યામાં મેમ્બેરોની હાજરી મળેલ અને ચેરમેન શ્રી કિશોરભાઈ એ નવકારમંત્ર બોલીને તેમનો સંદેશ આપ્યો. ઑગષ્ટમાં બેંક હોલીડે સમયે ઓશવાળ સેન્ટ્રલ સમિતિ તરફથી ઓશવાળ એસોસિએશન ને ૫૦ મી વર્ષ ગાંઠની ઉજવણ માટે ત્રણ દિવસ નો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે અને મેમ્બેરરોને વિનંતી કરી કે આ કાર્યક્રમાં ભાગ લેશો. બીજું ઈસ્ટ એરિયા નો માસિક કાર્યક્રમ શનિવાર ના તારીખ ૨૫ ઑગસ્ટ ના આવે છે તો તે કેન્સલ કરવામાં આવે છે.
આવેલ મેમ્બેરઓને જમવા માટે બોલાવિયા અને ખુબજ સ્વાદીસ્ટ ભેલ પીરસવામાં આવી. સાથે સોડા તેમ જ્યૂસ, અને પછી ફ્રુટ સલાડ અને આસક્રિમ પીરસવામાં આવેલ. મેમ્બેરઓને ખુબજ મજ્જા આવી. આ ખા વાનું બનાવવામાં લતાબેન , મંજુલાબેન, અને ભારતીબેન નો ખુબજ આભાર. અને આવી રીતના સરસ મેનુ શોધ તા રહેશો.
ત્યાર બાદ બધાને બિંગો ની ટિકિટ આપવામાં આવેલ અને બિંગો ની રમત લલીતાબેન અને ભારતીબેન ને શરૂ કરી. પહેલી ગેમ મીલાબેન અને વિજયભાઈ જીતેલા અને બીજી ગેમ જેઠાભાઇ ની જીત થઇ. બધાને ખુબજ મજા આવી અને મેમ્બેરનો અભિપ્રાય મળ્યો કે બિન્ગોની રમત રમવી જોઈએ.
પછી સમય હોવાથી મેમ્બેરો એ કરાતા રમ્યા અને સમય ઝડપ થી વટાઈ ગયો. સમય પૂર્ણ થવાથી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
(લખનાર બાબુભાઇ દેવજી શાહ ઈસ્ટ એરિયા)