ઈસ્ટ એરિયા માં દિવાળી ની ઉજવણી.

પૂર્વ ક્ષેત્ર ઓસ્વાલ એસોસિયેશન દ્વારા  ૯  નવેમ્બર ૨૦૧૮, શુક્રવારે,  કેનન પ્રાથમિક એકેડેમી, સેવનકિંગ, એસેક્સ ખાતે દિવાળી  ઉજવવામાં આવી હતી અને આ સાંજના ૭.૦૦  વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધી રાખેલ હતી.

માણસોને ઉત્સાહનો પાર નહોતો અને દરેક નવા વસ્ત્રો પહેરીને હોલ માં હાજર થયા. સૌ પ્રથમ, દરેક એકબીજાને મળ્યા અને દરેકે નવા વર્ષના અભિનંદન

એક બીજાને પાઠવીઆ. રંગોળી અને કાર્ડ્સ નું પ્રદશન રાખેલ તે બધાયે નીરખ્યું. બધા શાંતિથી બેસી ગયા અને અમારા ચેરમેન ભાઈશ્રી કિશોરભાઈએં તેમનો સંદેશો આપ્યો અને દરેકને નવા વર્ષના અભિનંદન પાઠવયા.

ત્યાર બાદ, આયુષી હીનેશ  શાહ એ નવકારમંત્ર ના જાપ કર્યા  અને  સ્પષ્ટ શબ્દો માં માંગલિક  દરેક ને સંભળાવ્યું  . ત્યારે લલીતાબેન અનુંમોદના કરી અને આયુષી ને સાબાશી આપી કે માંગલિક  ચોખા શબ્દો માં સંભડાવ્યું તે ખુબજ સરસ કહેવાય. પછી આયુષી એં દિવાળી કેમ મનાવાય છે અને જૈનો શા માટે દિવાળી  ઉજવે  છે ?

મહાવીર સ્વામી દિવાળી ના દિવસે નિર્વાણ પામેલ  અને ગૌતમ સ્વામી ને કેવળજ્ઞાન નવા વર્ષે  થયેલ. દિવાળી, નવો વારશ અને કાલિચૌદસ અને ભાઈ ભીજ વિશે પણ કહ્યું. બીજી ઘણી વાતો કરી પણ બધું અહીં સમાવેશ ના કરી સકાય.
ત્યારબાદ દરેકને જમવા માટે બોલાવીયા અને જલેબી,ગાંઠિયા, સંભાર , ચાન્નાનું સાક અને પુરી ભોજનમાં રાખવામાં આવેલ. સારી સંખ્યામાં મેમ્બરોની હાજરી હતી અને બધાને સ્વાદિષ્ટ ભોજન જમીને ખુબજ આનંદ થયો. આ જમવાનો ખર્ચ ભાઈશ્રી અશ્વિનભાઈ વિરપાર ગૉસરાની તરફથી આપવામાં આવેલ અને આ પરિવારનો ખુબજ આભાર.
બધાયે જમ્યા પછી અવનીબેન તરફથી રાસગરબા, દાંડિયા, અને રમજન્મયું  કરેલ અને આ દિવસ ખુબજ સારી રીતના ઉજવવામાં આવ્યો.

ઈસ્ટ એરિયા ને મેમ્બરોનો ખુબજ સાથ મળ્યો અને સારો એવો પ્રોગ્રામ થયો. ખાસ  વિનંતી કે મેમ્બેરો તમે બીજા કાર્યમાં ભાગ લિયો અને આપણે સારા પ્રોગ્રામ ગોઠવી શકીયે.

રિપોર્ટ દેનાર બાબુલાલ  દેવજી શાહ

To see more pictures, click here.


Back to East Area page.