ઈસ્ટ એરિયા એં ફાધર્સ ડે સેલિબ્રત કરચો ૩૦ જૂન ૨૦૧૮
શનિવાર તારીખ ૩૦ જૂન ના ઈસ્ટ એરિયા એં સેન્ટ જ્હોન્સ હોલ માં એક કાર્યક્રમ ફાધર્સ ડે ઉજવણ માટે રાખેલી અને સારી સંખ્યા માં મેમ્બેરોની હાજરી મળેલ. પહેલાં નવકાર મંત્ર બોલી મેમ્બરોને આવકાર અને જમવા માટે કહેવામાં આવેલ. જમવામાં ગોળ વારા ડેબ્રા, બે સાક, અને સલાડ પીરસવામાં આવેલ. ત્યાંર બાદ ફ્રૂટ સલાડ અને આઈસ્ક્રિમ આપવામાં આવેલ. ખુબજ સ્વાદિષ્ટ ભોજન હતું અને મેમ્બરોને ખુબજ મજા આવી.
ત્યાર બાદ ફાધર્સ ડે નો પ્રોગ્રામ સરું કરવામાં આવેલ. સૌ પ્રથમ સુનીતાબેન તેમ શાંતિભાઈ એં ફાધર્સ ડે શું છે અને તે કેમ ઉજવાઈ છે તે બારામાં ઇંગ્લીસગ તેમ ગુજરાતી માં સમજ આપેલ. પછી દરેક વ્યક્તિ ને તેમના પિતાશ્રી માટે બોલવાનું કહેવામાં આવેલ. બધાએ તેમના પિતા ને યાદ કરીને વાત કરી. આપણા પિતા કેવી રીતે ભારત માં તેમનું ગામ છોડીને નાની ઉંમરે આફ્રિકા દેશ માં વસ્યા. પાસે મૂડી ના હોવા છતાં અને આફ્રિકા ની ભાષાનું જ્ઞાન ના હોવા છતાં ટેવોની પાસે હિંમત અને શક્તિ હતી. મહેનત કરીંને તેવોએ ઘર વસાવ્યું અને ધંધો સરું કરેલ. પ્રેમ ભાવ ખુબજ હતો અને સારી શિખામણ આપી તેમને તેમના
બાળકોને ભણાવીયા અને સારે રસ્તે ચડાવિયા.
આફ્રિકા દેશ માં સેટલ હતા તો વરી આફ્રિકા દેશ છોડી ઇંગ્લેન્ડ આવાનુ થયુ. આ દેશ માં વરી ભાષા ની તકલીફ પડી અને નવેસરથી કામ કરવું પડ્યું. યુગાન્ડાથી જાન બચાવી ને આવેલ પાસે કઈ મૂડી ના હતી પણ હિંમત ખૂબ હતી અને નવેસરથી ઘર વસાવિયા. આવીને દરેક કામે લાગી ગયા.
બીજું એં પણ જાણવામાં મળ્યુ કે ઘણા ના નાની ઉંમર માં પિતાજી સ્વર્ગવાસ પામેલ તો તેમણે પિતા નો પ્યાર નતો મળ્યો પણ માતા એં પિતા નો પ્યાર આપેલ.
છેલ્લે સુનીતાબેને બે ગીતો “માં બાપ ને ભૂલ શો નહિ” અને નરસિંહ મહેતા નો ભજન “વૈશ્નાવ વજન તો એને કહીયે જે પીડ પરાઈ જાણે રે ” જે ગાંધીજી ને અર્પણ કરીને અને ગીતો ગાયીને ફાધર્સ ડે નો પ્રોગ્રામ પૂર્ણ કરચો. ખુબજ જાણવાનું મળ્યુ.
To see more pictures, click here.
To read English version, click here.
Back to East Area page.