ઈસ્ટ એરિયા માં પીકનીક બીજીવાર
રવિવાર ૧૩ જુલાઈ ૨૦૨૧
ઈસ્ટ એરિયા ની સમિતિ ની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે રવિવાર આવે છે અને ખુબજ વધારે ગરમી આવવાની છે તો આપણે બીજી વાર પિકનિક નો પ્રોગ્રામ રાખીયે. બધાની તુરત વિચારણા અમલમાં મુકાઈ અને નક્કી થયું કે ગવરમેન્ટ ના કાયદા ને મંજુરીમા રાખી ને ૩૦ મેમ્બેર કે જેના નામ પહેલા આવે તેમને પીકનીવ માટે લેવામાં આવશે.
રવિવાર આવી ગયો અને દિવસ પણ ખુબજ સરસ ઉગ્યો અને ગરમી પણ ખુબજ મજા આવે તેવી હતી. પિકનિક વેલેનટાઈન પાર્ક ઈલ્ફોર્ડ માં રાખેલ અને ૧૯ મેમ્બર ની હાજરી હતી. બધા ઉત્સાહમાં હતા અને ખુબ વાતો કરી. બધા ભેગા થઈને ફ્રૂટ જુઈસ અને ઠંડા પાણી પીધા. આ પીકનીક માં ભારતીબેન તેમ મારી એંપોલોજી હતી.
બીજું આ પીકનીક મને એમ લાગે છે કે બધી ઓશવાળ એસોસિએશન ના એરિયા માં વર્ષમાં ત્રણ ચાર પિકનિક રાખવી જોયે અને પિકનિક માં બધા ઘરેથી થોડું થોડું ખાવાનું લયી આવે અને બધા હળી મડીને સાથે જમે. પિકનિક માં બધાને ફ્રેશ એર FRESH AIR અને તડકો મળે છે. તેમ આ પ્રોગ્રામ માં કોઈ જાતનો ખર્ચો થતો નથી. તડકા ના કિરણથી વિટામિન D પણ મળે છે તે શરીર અને મેમ્બરોને ખુબજ આનંદ આવે છે.
પોટર્સ બાર ઓશવાળ સેન્ટર ની સામે એક વૉકિંગ પાર્ક છે અને આની ઘણા મેમ્બરોને જાણ નહિ હોઈ. આ પાર્કમાં
વૉકિંગ કરીને ત્યાં પણ પિકનિક કરવાની જગ્યા હોઈ છે. આપણા ઓશવાળ સેન્ટરમાં ખુબજ જગ્યા છે અને ત્યાં પણ પિકનિક થઇ શકે, અને જે ગ્રાઉન્ડ અંદર ના ભાગમાં છે ત્યાં થોડી મહેનત કરીને ડેવલોપ કરીને આ જગ્યાને ખુબ સરસ બનાવી સકાય.
બાકી લન્ડનમાં ચારે બાજુએ પાર્ક હોઈ છે અને તમારા ઘરની બાજુમાં પાર્ક માં પિકનિક કરાય અને થોડી રમત રમી સકાય. આપણી સેન્ટ્રલ સમિતિને પણ પિકનિક ગોઠવવી જોઈએ અને બધા ઘરેથી ઘાવાનું લઇ આવે અને સાથે મળીને જમી સકાય.
આ ઈસ્ટ એરિયા ની પિકનિક વેલેનટiઈન પાર્કમાં રાખેલ અને પિકનિક માં મગનું સાક, ઢેબરાં, દહીં, અથાણું સાથે સોફ્ટ ડ્રિન્કસ સમિતિ તરફથી આપવામાં આવેલ હતા. અને જે પણ આવે તે તેમનું મનપસંદ વાનગી લઇ આવે. પ્લેટસ અને કટલરી રમેશભાઈ ધરમશી શાહ તરફથી આપવામાં આવેલ હતી, તો તેમનો પણ ખુબજ આભાર.
બધાને જમવાની ખુબજ મજા આવી અને જમવાનું ખુબજ સ્વાદિષ્ટ હોવાથી બંને ખુબજ આનંદ થયો. જમ્યા બાદ બધો કચરો ભેગો કરીને તેને સરખી રીતના ફેંકી આવ્યા. ત્યાં બાદ બધા મેમ્બેરો ભેગા થઈને બિન્ગોની ૪ ગેમ રમ્યા. આવેલ મેમ્બરોને બધાને ખુબજ મજ્જા આવી અને આ પિકનિક યાદગાર બની ગયી. લાતાબેને ફોટા પાડીને મારુ કામ સરળ કરી આપ્યું અને તેમનો તથા સમિતિનો ખુબજ આભાર. આ રિપોર્ટ અશ્વિનભાઈ વિરપાર શાહ એ આપેલ છે.
રિપોર્ટ લખનાર બાબુભાઇ દેવજી શાહ.