East Area Visits St. Josephs Hospice (in Gujarati)

ઈસ્ટ  એરિયા  ઓશવાળ  એસોસિએશન ને  સેન્ટ  જોસેફ્સ  હોસપીસ  ની  મુલાકાત  લીધી

EAST AREA OSHWAL ASSOCIATION VISITS ST. JOSEPHS HOSPICE

આશા છે કે તમોએ હોસપીસ નામ સાંભળું હશે અને આ સંસ્થાં શુ સારવાર આપે  છે?  અને તેમની આપણ ને ક્યારે  જરૂર પડે છે ?

હોસપીસ એવી સંસ્થા છે જ્યાં દર્દિઓ તેમના છેલા દિવસો માં હોઈ અને  તેમના છેલ્લા દિવસો સારી રીતના અને ખુબજ  સંભાળ થી  પ્રસાર થાઈ,  ત્યાં સારી રીતના તેમની  સારવાર કરવામાં  આવે, માટે દર્દીને છેલ્લે  હોસપીસ માં લઈ જવામાં આવે છે. હોસપીસ ને  ગવેર્નમેન્ટ ગ્રાન્ટ  થોડું મળે છે અને બાકી પબ્લિક ડોનેશન ઉપર આધાર રાખે છે. એવો આ ખુબજ સુંદર કામ કરે છે અને આપણી ફરજ થાય છે કે તેવો માટે થોડું વૉલ્યૂન્ટરી કામ  કરવું જોઈએ અને આ સંસ્થા માટે ડોનેશન એંકઠું કરવું જોઈએ.

બાબુભાઇ, નંદલાલભાઈ, લલીતાબેન, કિશોરભાઈ, ફંડ રૈશેર, અને નરોત્તમભાઇ  (R TO L)

ઈસ્ટ એરિયા એ સેન્ટ જોસેફ હોસપીસ ની મુલાકાત લીધી અને તેવોએ આખું બિલ્ડીંગ બતાવ્યું અને તેમનું કામ કેવી રીતના ચાલે છે તે દેખાડ્યું. ઈસ્ટ એરિયા એ પર્યુસણ પર્વ અને સ્વામિવાત્સલય ભોજન સમયે એક ડોનેશન બોક્સ રાખેલ અને તેમાં અસંખ્ય વ્યક્તિએ દાન મુકેલ, તો આ દાન કરનાર સર્વેનો ખુબ ખુબ આભાર.

આ ડોનેશન બોક્સ માં £ 300 ની રકમ એકઠી થઇ હથી અને તે આમારા માનનીય અઘ્યક્ષ કિશોરભાઈ, લલીતાબેન, નંદલાલભાઈ, નરોત્તમભાઇ અને બાબુભાઇ ની હાજરીમાં આ એકઠું કરેલું દાન સેન્ટ જોસેફ હોસપીસ ના નામ નો ચેક આ  સંસ્થા ને આપવામાં આવેલ. સેન્ટ જોસેફ હોસપીસ ના ફંડ રૈશેર  ( fundraiser ) એ દરેકનો ખુબ ખુબ આભાર માન્યો છે અને કોઈને પણ મુલાકાત લેવી હોઈ તો તેમને જણાવશો તો તેવો સગવડ કરીને તમને આ સંસ્થા દેખાડશે.

રિપોર્ટ દેનાર બાબુલાલ  દેવજી શાહ

To see pictures, click here.