ઈસ્ટ એરિયા ક્રિસમસ પાર્ટી
ઈસ્ટ એરિયા એ શનિવાર તારિક 29th ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ સેઇન્ટ જોર્નસ ચર્ચ હોલ, સેવેનકીંગ્સ, માં ૭.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી ક્રિસમસ પાર્ટી રાખેલ, અને સુંદર હવામાન હોવાથી મોટી હાજરીમાં મેમ્બર્સ આવેલ. સર્વે ખુબજ આનંદ માં હતા અને આવીને એકબીજા સાથે વાતો કરી, અને પછી ચેરમેન શ્રી કિશોરભાઈ સર્વેને (Happy New Year) હેપી ન્યૂયર ની શુભ કામના આપી, અને પ્રાર્થનાથી પ્રોગ્રામ સરું કર્યો. અશ્વિનભાઈ એ તેમના ભાઈ શ્રી રસિકભાઈ વિરપાર શાહ વિશે વધારે માહિતી આપી અને પ્રાર્થના કરીયે કે રસિકભાઈ ને જલ્દી સારૂ થઇ જાય.
રસિકભાઈ આપણા ઈસ્ટ એરિયા ના પ્રમુખ ૬ વરસ માટે હતા, અને તેમનું એકસિડેન્ટ થવાથી ખુબજ ગંભીર સ્તિથી માં આવી ગયા છે, અને આપણે સર્વે તેમને સારું થઇ જાય તે પ્રાર્થના કરીયે.
ત્યાર બાદ, બધાને જમવા માટે બોલાવિયા અને ખુબજ ટેસ્ટી ભાજી, પાઉં સાથે સલાડ અને બાયટીંગ્સ મેનુ માં હતું. બધાને ખુબજ જમવાની મઝા આવી, અને આટલું સરસ જમવાનું હોઈ તો જોઈએ શુ.
આ જમવાનો ખર્ચ શ્રી મતી લતાબેન અશ્વિનભાઈ વિરપાર તફથી આપવામાં આવેલ, અને સાથે તેમને ૭૦ પાઉન્ડ ખુશીભેઠ ઓશવાળ ઈસ્ટ ને આપેલ છે, અને તેમને grand-daughter ( સોફિયા) આવેલ તો તે માનમાં આ ખર્ચ આપેલ છે. આ કુટુંબને ખુબ ખુબ આભાર અને અનુમોદના કરીયે છીએ .
પછી મ્યુઝિકલ ચૈર અને પાસિંગ પાર્સલ ગેમ્સ રમેલ અને બધાને ખુબજ મઝા આવી. ગેમ્સ ના ઇનામો આપવામાં આવેલ અને આ સ્વ. શ્રી સંતોકબેન દેવજી શાહ તરફથી આપવામાં આવેલ. ત્યારબાદ લલીતાબેન ફ્રુઇત-સલાડ પિરસીયું અને પછી મીન્સ પાઇ અને ક્રીમ આપવામાં આવેલ. બધાએ ખુબજ મઝા કરી અને એવો દિવસ પાછો નથી આવતો.
બધાને ખાસ કહેવાનું કે આવતો વર્ષ બધા માટે ગયા વર્ષ થી પણ સારો નીવડે અને બધાની તબિયત શારીરિક રહે. સાલ મુબારક અને ઈસ્ટ એરિયા ની સમિતિ ના પણ બધાને નવા વર્ષના અભિનંદન. જય મહાવીર.
રિપોર્ટ: બાબુલાલ દેવજી શાહ
Click here to see more photos from the event
Back to East Area page