East dal roti with card games (in Gujarati)

ઈસ્ટ એરિયા માં દાળ રોટી સાથે કરાતાંની રમત

ઈસ્ટ  એરિયા માં દાળ રોટી નો સાથે કરાતા રમવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, અને આ સમિતિનો આ છેલો સોશ્યિલ કાર્યક્રમ છે. ઈસ્ટ એરિયા માં દરેક કાર્યક્રમ રાખેલો અને ફક્ત £ ૩.૦૦ મેમ્બર દીઠ રાખવામાં આવેલ અને સ્વાદિષ્ટ નવી વાનગી જમવામાં બનાવેલ, અને સાથે રમત ગમત પણ રાખેલી. જે મેમ્બેરોએ આનો લાભ લીધો તે મનો આ સમિતિ ખુબજ આભારી છે અને મેમ્બરોને  ખાસ વિનંતી કે જે નવી સમિતિ આવે તેમને આ પ્રમાણે સાથ અને પ્રોત્સાહન આપશો.

દાળ રોટી નો કાર્યક્રમ સેન્ટ જ્હોન્સ ચર્ચ હોલ માં શનિવાર 29 મી ફેબ્રુઆરી ના ૭.૦૦ વાગ્યે રાખેલ અને ખુબજ ખરાબ વાતાવરણ હોવા છતાં મેમ્બેરોની હાજરી હતી, અને કાર્યક્રમ શરૂ કર્યો. લતાબેને મેમ્બરોને આવકાર આપીને ત્રણ નવકાર ના જાપ સમૂહ માં કર્યા અને એક મિનિટ ની શાંતિ રાખી જેમનાથી વિશ્વ માં શાંતિ પથરાઈ અને માંદા હોઈ તેમને જલ્દી શરૂ થઈ જાઈ. સાથે બધાને AGM માં આવવાનું આમંત્રણ આપ્યું, અને નવી સમિતિ માં ભાગ લેવા માટે પણ જણાવ્યું.

બધા મેમ્બરો ને જમવા માટે બોલાવિયા અને ગરમ ગરમ દાળ સાથે ગરમ ગરમ રોટલી  પીરસવામાં આવી. આ સાથે ગોળ, ટામેટા, ડુંગરી અને છાસ રાખવામાં આવેલ. સ્વાદિષ્ટ દાળ લતાબેને બનાવેલ અને ગરમ રોટલી રસોડામાં બનાવેલ. વાતાવરણ ઠંડુ હોવાથી બધાને જમવાની ખુબજ મજા આવી, અને સ્વાદિષ્ટ દાળ હોઈ તો ઠંડી માં જોઈએ શુ.

ત્યાર બાદ જલદી વાસણ સાફ કરવા માટે થોડા મામબેરો સસોડામાં ગયા અને બાકી ના મેમ્બેરો કરાતા રમવા માટે ગોઠ-વાઈ ગયા.

કરાતાંની ઘણી રમતો રમાઈ છે પણ ઈસ્ટ માં ભુકાર, ચોકડી અને છકડી ની રમત વધારે રમાઈ છે તો મેમ્બેરો તે પ્રમાણે  ગોઠ-વાઈ ગયા અને ખુબજ આનંદ ઘી રમ્યા.

આ સમયે ફ્રુઇટ અને આઈસક્રિમ પીરસ્યા અને પછી, ગરમ ચા સાથે બિસ્કિટ આપેલ. બધાને ખુબજ આનંદ આવ્યો અને આ સમિતિનો આ છેલો કાર્યક્રમ ખુબજ સારી રીતના પસાર થયો. આ સમિતિને આપ સર્વે મેમ્બેરોનો સહકાર મળ્યો તેનો ખુબજ આભાર અને અમારા સર્વે કાર્ય માં સાથ આપીને અમારૂ કામ સરળ પાડિયું તેનો પણ ખુબ ખુબ આભાર.

કિશોર ભાઈ, લલીતાબેન, અશ્વિનભાઈ, લતાબેન, ભારતીબેન, બાબુભાઇ, નરોત્તમભાઇ, સુનીતાબેન  અને નંદલાલ ભાઈ તરફથી ઈસ્ટ એરિયા ના મેમ્બરોનો આભાર અને કોઈ પણ ભૂલ ચૂક થઈ હોઈ તો માફ કરશો.

 રિપોર્ટ દેદાર બાબુભાઇ દેવજી શાહ

To see more pictures, click here.