President’s Message July 2016 – Gujarati

જય જિનેન્દ્ર,

વ્હાલા   ઓશવાલ   વડિલો,   બંધુઓ   અને  બાળકો,

સૌથી   પ્રથમ   હું   તમારો   આભાર   માનું   છું   કે   તમે   મારામાં  વિશ્વાસ   રાખી,  આપ  સૌએ મને  ઓશવાલ   સમાજના   પ્રમુખ   તરીકે   સેવા   કરવાની   તક   આપી.  રક્ષિતભાઇ  હરખચંદભાઇ  શાહ,  છેલ્લા   ચાર   વર્ષ   થયા  આપણા  પ્રમુખ   હતા  અને  એમણે   ઘણું   સારુ   કાર્ય  કર્યુ  તે   હું  વધારાવા   માગું   છું.  હું  પણ   ચૌદ   વર્ષથી  સમાજને   ચાલુ  સેવા   આપી   રહ્યો   છું.   હું   નવા  અને   યુવાન   ટ્રસ્ટીઓ   સાથે   એસોસિએશનનું   કામ   કરવા  મથું   છું.

હું   ભાગ્યશાળી   છું  કે  આ  વખત  ચૂંટાયેલી  કારોબાર   સત્તા , કાર્ય   સંભાળવા  માટે  નાના  યુવાનો,  નવા   સભ્યો  તેમજ   થોડા   અનુભવીઓને   ઘણા   વર્ષોનો   અનુભવ  હોવાથી  આ  સત્તાને  ખૂબ   મદદરૂપ   બનશે. આપણી   સમક્ષ   નવી   નવી   પ્રવૃતિઓ  અને   નવા   વિચારો   રજુ  કરશે.  આશા   રાખીએ   છીએ   કે   થોડા   સમયમાં   તેમના  વિચારોને  અમલમાં   મૂકી,  વિચારોને   નવી   દિશા   આપી,  આપણી  સમાજને  લગતું  ફાયદા  થશે.

આપણા  યુવાનોને  ઉત્તેજક  આપવાની  એક  અનોખી   તક!

આપણા   યુવાનોને   ઓ.એ.ઓફ.યુકેમાં  વધારે  ભાગ  લેવામાં,  રસપૂર્વક  સમાજના  કામમાં   જોડવવાની   કોશિશ   કરવામાં   આવશે.   યુવાનોને   સામેલ   કરવા   ચાર  ટ્રસ્ટીઓનું   સંગઠન   કરવામાં   આવ્યું   છે   જેથી   આપણી   નવી   પેઢીના   યુવાનો  આપણી  સંસ્થાના   કાર્યમાં   જોડાય.

૧૦ મી  સપટેમ્બર  ૨૦૧૬, આપણા  યુવનો  માટે  પહેલો   કાર્યક્રમ  યોજવામાં  આવ્યો  છે.

ઓશવાલ   વોલનટીઅર   ગ્રૂપની   ફરી   શરૂઆત  કરવામાં  આવશે.   આ   કાર્યક્રમ   માટે,  રાત્રી   કેમ્પ   યોજવામાં   આવ્યો   છે.  શનિરવિ  બાળકોને   રમતગમતો  રમાડવામાં  આવશે,  તંબુમાં   રહેવાનું   મળશે   અને   વોલન્ટરી,   દાનપ્રિય   પ્રવૃતિઓમાં   ભાગ  લેવા   મળશે.  વધારે   માહિતી   ઓશવાલ   ન્યુઝમાં   છપાશે.

યુવકો   માટે   આખ્ખા   વર્ષનો   કાર્યક્રમ   નક્કી   કરેલ   છે.  ડીબેટ,    બોર્ડગેમ્સ  જેવા   પ્રોગ્રમ   રાખવામાં   આવશે.   ઓશવાલના   ગોઠવાયેલા   પ્રોગ્રામમાં,   સંસ્થાના  કામમાં ,  તેમને   વોલનટીઅર   બનવાની   તક   મળશે.

ધ્વાર પ્રવેશ 

૨૯મી  મે  ૨૦૧૬ ના  આપણા   નવા   સેન્ટર ,  શક્તિ   સેન્ટરનો   ધ્વાર   પ્રવેશ          કરવામાં   આવ્યો   હતો.  તેના  લાભદાયક    શ્રીમાન    મહેશભાઇ   રમણિકલાલ   શાહ  અને  તેમના   કુટુંબીજનોને   ટોકનના    ડ્રોમાંથી    ધ્વાર    ખોલવાનો   તક   મળ્યો.   સર્વે   ભાઇ   બહેનોએ   ટોકન   ખરીદી   અને   બધા   સભ્યો  અને  વોલનટીઅર,  જેણે   આ  કાર્યક્રમ   યોજવામાં   ખૂબ  મહેનત  કરી  છે,  મદદ  કરી   છે,  તેના  અમે  આભારી  છે.  સર્વને  અમારા  અભિનંદન.

સાઉથ  મહાજનવાડીનું  વહેંચાણ

તમને જણાવવાનું કે આ કોન્ટ્રાક્ટ હવે નજીકમાં જ એક્ષચેનજ  થવાનો  છે.  કોન્ટ્રાક્ટ ઓક્ટોબરમાં પૂરો થવાની શક્યતા છે.

સાઉથ  એરીઆની  કમીટીએ  એક  પ્રોપરટી  લેવા  માટેની  કમીટી  બનાવી  છે જેથી  કરીને  જગ્યા  શોધવાનું  કામ  ચાલુ  રહે.  થોડીક  જગ્યા  જોઇ  છે  અને કાઉનસીલ  પાસેથી  લાયબ્રેરી  માટે  એપ્લીકેશન  કરવામાં  આવી  છે. અત્યારે આપણે  કાઉનસીલનાં  મતની   રાહ   જોઇએ  છીએ.  તેમનો  જવાબ  આવશે  એટલે  એક  ખાસ   સભા  બોલાવવામાં  આવશે.

ઓશવાલ  નરસરી  સ્કૂલ

મારી  અને  રક્ષિતભાઇની  બ્રેન્ટ  કાઉન્સીલ  સાથે  કીનગ્સબરી  રીસોર્સ  સેન્ટરની  બાબતમાં  વાતચિત  ચાલી  રહી  છે. આ  જગા  સ્ટેગ  લેન,  કીનગ્સબરી,  આપણા  એકતા  સેન્ટરની  બાજુની  જમીન  છે. આ  જગા  આપણા  માટે  ખૂબ  લાભદાયક  છે  અને  જો  આપણને  રજામંદી  મળશે  તો   ત્યાં પહેલી  ઓશવાલ  નરસરી  સ્કૂલ  ખોલવાની  અમારી  ઇચ્છા  છે. આ  આપણા  માટે  ગર્વની  વાત  બનશે.

પરાને  લગતી  પ્રોપરટી  મેનેજમેન્ટ  કમીટી,  એકતા  સેન્ટર  અને  શક્તિ  સેન્ટરમાં  મોટાભાગે  જરૂરી  કામ  કરાવવા  માટે  પણ  ચર્ચા  ચાલે  છે.  કામકાજ  વર્ષ- બે  વર્ષમાં  ચાલુ  કરવાનો  પ્રય્તન  કરવામાં  આવશે.

ઓશવાલની  ભવિષ્ય  દ્રષ્ટી   (વીઝન)

ઓશવાલ   સેન્ટરના   વિકાસ   માટે   આપણે   એક   રેસીડેન્ટસીઅલ  હોમ,   રમતગમત   માટે  સુવિધાઓ,   પાંજરાપોર   બનાવવા   માટે   પ્લાનીંગ   ઓથોરીટી   સાથે   વાતચિત   ચાલે   છે.  હવે  આપણને  પ્લાન   બનાવવાની  મંજૂરી   મળી   છે.

આ  ઓ.એ.યુ.કે   માટે   એક   બહુ   મુખ્ય   પ્રોજેક્ટ  છે   અને  ખર્ચ  પણ  £૧૦,૦૦૦,૦૦૦ની   આસપાસ  થશે.  આના   માટે   ડ્રોઈંગ   બનાવવા   માટે   એક   અનુભવી   અને   લાયક   ટીમની   જરૂર   પડશે.  દરેક   સ્ટેજમાં   કામયાબ    થવા   માટે   કાઉન્સીલ   સાથે  સહમતી   લેવી   પડશે.

આ  પ્રોજેક્ટ   થોડો   આગળ   વધશે   એટલે   જનરલ   મીટીંગ   બોલાવીશું   અને   તમારી   સમક્ષ  ઓશવાલ   સેનટરના   ભવિષ્યના  પ્લાનની  થોડી   સમજ   આપશું.   સૌનો   અભિપ્રાય   લઇને   પછી  આગળ   વધીશું.

હીઝ  હોલીનેસ   પોપ  ફ્રાનસીસ  સાથે  મુલાકાત

હું   જૂનની   શરૂઆતમાં   બીજા   જૈન   પ્રતિનીધીઓ   સાથે   રોમ   ગયો   હતો.   ત્યાં    શ્રોતાઓને  પોપ  ફ્રાન્સીસને   મળવાનું   આમંત્રણ   આપેલું   હતું.   આ   મુલાકાતની   યોજના  શ્રીમાન  નેમુભાઇ  ચંદરિયા,  OBE,   ઇનસ્ટીટયૂટ    ઓફ   જૈનોલોજીના    “એક   જૈનના”  ઝંડા   હેથળ   કરેલ.   દુનિયાભરના   જૈન   નેતાઓ   અહીં   હાજરી   આપી   હતી.

આપણા   ઓશવાલના  ઇતિહાસ   માટે   આ   ખૂબ   યાદદારક   ક્ષણ  હતી.   તેનો   ખાસ  સંદેશો   હતોકે   આપણે  જૈન,  દરેક   જીવને   અણમોલ   મહત્વ   આપીએ   છીએ.   આ  જગતના    રક્ષણ   માટે   આપણા   સિદધાંત   અને    નિયમોની   પ્રસંશા   કરી   હતી.  આપણે  જૈનો  માટે  આ   વખાણવા  જેવી  વાત  છે.

વિધિકર

તમને   ખ્યાલ   છે  કે   આપણા   દેરાસરમાં   પૂજારી   નથી.   વર્ષાબેન,   દિલીપભાઇ   અને   મનુભાઇ   રોજ    ભગવાનની   પૂજા   અને   દેરાસરની    સાર-સંભાળ   નિયમિત   બે   વર્ષ   થયા   કરી   રહ્યા   છે.    આ  કાર્ય   કરવું   બહુજ   કઠીન   છે.   હું   તેઓનો   ઘણો  આભાર   માનું   છું.

આપણને  પૂજારી   શોધવામાં   ઘણી   તકલીફ   પડી   છે. યુ.કે ના   કાયદામાં   ઘણો   ફેરફાર   કરવામાં   આવ્યો   છે   અને   નોન-ઇયુના   માણસોને   કામ   કરવા  માટે   રજા   મળવી   બહુજ   મુશ્કેલ   છે. 

મને   ખાસ   આનંદ   થાય   છે   કે   જયેશભાઇ   શાહ,   આપણા   લેસટર   જૈન   સમાજના   જાણીતા, વિજ્ઞાની વિધિકર   આપણા   દેરસારમાં   પૂજારી   અને  વિધિકર   તરીકે   કામ  કરવા  આપણને   મંજૂરી   આપી   છે.  મને   લાગે   છે   આ   દિવસની   સૌ   વાટ   જોતા   હશો.

મને   ખાત્રી   છે   કે   આપણા  જીનાલયમાં   ક્રિયાઓ  તેમજ  દરેક   વિધિ જયેશભાઇની   હાજરીમાં    એકદમ   સુંદર   રીતે    ભજવાશે.   જયેશભાઇ   આપણા બીજા   કેન્દ્રોમાં  પણ   ધાર્મીક   ક્રીયાઓ   અને   પ્રવ્રુતિઓ  કરવામાં  મદદ કરશે.   જે   ભાઇ-બહેનોને   દેરાસરે   પહોંચવું   અઘરું  પડે   તે  આ   તક   મળે   ત્યારે   તેનો   લાભ  જરૂર   લેશો.

પર્યુષણ   પર્વ   ૨૦૧૬

પર્યુષણ   પર્વ   નજીકમાં  આવી   રહ્યો  છે   અને   ખાસ   કરીને   ટ્રસ્ટીઓ   દરેક   પરામાં    આપણો    ભાવિક    અવસર   ઉજવવા    હાજરી    આપવા    કોશિશ   કરશે.   દરેક    પરામાં    પર્યુષણની    તૈયારી    ચાલું    હશે.    દરેક    એરીઆની સમિતીએ    તેમનો    યોજેલ    પ્રોગ્રામની    માહિતી   આ   વખતના   ઓશવાળ   ન્યૂઝમાં    મળશે.

૧૧મી   સપ્ટેમ્બરના   એક   પૂજા   રાખવામા   આવી   છે   અને   ત્યાર  બાદ  ધજા   ફરકાવવામાં    આવશે.   આપણે   વાર્ષિક   જીનાલય   પર   ધજા      ફરકાવવાની   રસમ    કરીએ   છીએ   અને   દરેક   વ્યક્તિને   લાભ   મળે   તેથી હું   આશા   રાખું   છું,   તમે   સર્વે   આનું   ટોકન  ખરીદશો.

ટોકનની   કિંમત   ફક્ત   પાંચ   પાઉન્ડ   રાખવામાં   આવેલ   છે.   જેને   ટોકન   લાગશે   તેને   અને   તેના   સર્વ   કુટુંબને   ધજા ફરકાવવાનો   સુનેરો   લાભ   મળશે.  આ   ટોકન   પર્યુષણ   દરમિયાન   કાર્યક્રમ   વખતે,   દરેક   કેન્દ્ર   પર   અને   ઓશવાલની   ઓફિસમાંથી   મળશે.

આજ   દિવસે   ઉછવણી    પછી    સ્વામિવાત્સલ્ય   ભોજનની   વ્યવસ્થા       કરવામાં   આવી   છે.   નોર્થ   એરીઆ,     નોર્થ   ઇસ્ટ   એરીઆ   અને   નોર્થ   વેસ્ટ   એરીઆની   કમિટી    સાથે   મળીને    આ   શુભ   દિન   ઉજવશે.

અંતમાં   હું,   મારા   ટ્રસ્ટીઓ,   કમિટીના   સભ્યો,   અમારા   કોઇપણ   કામમાં   કે   કોઇપણ   આચરણમાં   ભૂલચૂક થઇ   હોય   અને   તમારું    દિલ  દુભાવ્યું   હોય   તો   અમે   તમારી   ક્ષમા   માગીએ   છીએ.

મિચ્છામી   દુક્ક્ડમં.

જય ઓશવાલ.

લિ : તુષાર જયંતિલાલ શાહ