મંગળવાર તારિક ૧૬ મી ફેબ્રુઆરી અને વસંત પંચમીઃ ના દિવસે ઈસ્ટ એરિયા એં પાઉન્ડ ૫૦૦ ની રકમ એક સંસ્થાને આપેલ અને તેનું નામ વન્ડરર્સ હેવન એનિમલ સેંચુરી છે. અહીં તેવો જે પ્રાણી ઘરબાર વગરના અથવા જે પ્રાણીનું એકસિડેન્ટ થયું હોઈ તેમને લાવીને તેમની ખુબજ કાળજી પૂર્વક સારવાર કરે છે. મૂંગા પ્રાણીને સુ થતુ હશે તેનો આપણે કેવી રીતના અનુમાન કરી શકીયે પણ તેવો તેમની સારવાર કરે છે. તેવો ને આ બધા કામ કરવા માટે પૈસાની કાયમ જરૂરિયાત રહે છે. આપણે જે જીવ દયા માટે પાર્થના કરીયે છીએ તે કામ આ સંસ્થા કરે છે.
આજની આ લોકદાવન ની પરિસ્થીને ધ્યાન માં રાખીને આજે ભારતીબેન તથા હું આ ચેક આ સંસ્થાને આપવા ગયા હતા અને તેવોએ આપણી સંસ્થાનો ખુબજ અંતરના ભાવથી આભાર માને છે.
બીજું ડોનેશન £ ૨૫૦ નું રેડબ્રીજ ફૂડ બેન્કને આપેલ અને અહીં જે ઘરબાર વગરના હોઈ તેવોને ખુબજ સારી મદ્દદ કરવામાં આવે છે. આ સંસ્થાને ચેક આપવામાં આવેલ અને તેવો જરૂરિયાત પ્રમાણે આ રકમનો વપરાશ કરશે. ચેક કિશોરભાઈ અને અસ્વીનભાઈ આપવા ગયા અને તેવોએ પણ આપણી સંસ્થાનો ખુબજ આભાર માન્યો છે.
રિપોર્ટ દેનાર બાબુલાલ દેવજી શાહ