Talk on Inheritance Tax (Gujarati)

ઈસ્ટ એરિયા નો મન્થલી કાર્યક્રમ જેમાં ઈન્હેરિટન્સ ટેક્સ ,વિલ્સ,અને ટ્રસ્ટ બારામાં વાતચીત.

 

શનિવાર ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૧૯, ના ઈસ્ટ એરિયા ના મેમ્બરો  સાંજના ૭.૦૦ વાગ્યે મોટી  સંખ્યામાં સેન્ટ જ્હોન્સ હોલ, સેન્ટ જ્હોન્સ રોડ, સેવેનકીંગ્સ, ઇલફોર્ડ માં આવવાનું શરૂ કર્યું અને ઘણા મેમ્બેરોની હાજરી હતી.

પ્રથમ આમારા પ્રમુખ સાહેબ શ્રી કિશોરભાઈ લાલજી હરિયા એ સર્વેનું સ્વાગત અને આગમન કર્યું અને પ્રાર્થના શરૂ કરી. સર્વેને  ઈસ્ટ એરિયા ની વાર્ષિક એરિયા મિટિંગ ૬ એપ્રિલ ૨૦૧૯, માં આવવાનું ભાવબર્યું આમંત્રણ આપ્યું.

પછી બધા મેમ્બેરો એંક બીજા સાથે વાર્તાલાપ કરી અને એક બીજાના સમાચાર  લીધા. બધાના મુખમાં હાશ્ય જણાતું હતું. પછી બધાને જમવા માટે બોલાવ્યા અને જમવામાં મીઠાં ઢેબરાં, મગ નું સાક, ભાત, અથાણું અને છાસ રાખવામાં આવેલ. બધાને જમવાની ખુબજ મજ્જા આવી અને બધું ખાવાનું ફૂરસુર થયું.

પછી આજનો જે વિસય માટે  ભાઈશ્રી દીપેશભાઈ નું આગમન કર્યું અને તેમને આ બારામાં સમજાવવા  માટે પ્લેટફોર્મ આપિયું.  તેમણૅ ઈન્હેરિટન્સ ટેક્સ બારામાં જણાવ્યું. ઈન્હેરિટન્સ ટેક્સ એટલે જયારે આપણે સ્વગવસ પામીયે અને આપણી જે વસિહત હોઈ તેમાં ટેક્સ લાગે છે અને તે ટેક્સ આપણા બાળકો અને વાલીઓ ને ભરવો પડે. પહેલા તે મૂડી પત્ની ને યા પતિને મળે, પછી તે દીકરા દીકરીને જાય. તો આને ઈન્હેરિટન્સ ટેક્સ કહેવાય અને દરેકને જુદી જુદી રીતના લાગુ પડે. આની માટે તમારે આ વિશે જે સલાહ આપતા હોઈ તેમની  સલાહ જરૂરથી લેવાની રહી.

બીજું તમારે વિલ બનાવીને કેવી રીતના તમારી મિલકત આપવી અને કેવી રીતના તમારા બાળકોને ટેક્સ ઓછો ભરવો પડે તેની ખાશ સલાહ લેવી. વિલ થી તમો તમારી મિલકત  જ્ઞાનીતે પણ આપી શકો છો. બીજું જો તમારી મૂડી તમારી પાસે હોઈ તો શા માટે તેનો તમો ઉપયોગ કરો માટે તેને તમેજ વાપરો અને તમોને ખ્યાલ હોઈ કે કોઈ વ્ય્ક્તિને ખાસ મૂડી ની જરૂર છે તો તેમને આપો. આ કરવાથી તમે બીજાને મદદરૂપ થઇ શકો છો.

ત્રીજું તમો ટ્રસ્ટ બનાવી તમારી મિલકત કોને અને કેવી રીતના તેનો ઉપયોગ કરવો છે. ટ્રસ્ટ માં પણ તમો ને વ્યાજબી લાગે તેવું તમો જણાવી શકો છો. કોઈ પણ દિવસ તમારી મૂડી તમારી હાયાતીમાં બીજા ને આપી ના દેવી, અને તમને જરૂર પડે ત્યારે તમને ના મળે.

દિપેશભાઈ એ સારી રીતના બધાને સમજાવ્યું અને તેમનો આ બાદલ ખુબજ આભાર ઈસ્ટ એરિયા માને છે. બધાને ખુબજ જાણવાનું મળ્યું અને આ નો લાભ લેવા બીજી એરિયા ના મેમ્બેરો પણ આવેલ. ખાસ આવેલ હતા ડૉક્ટર અનિલભાઈ કેશવલાલ ફુલચંદ શાહ અને ફોટોગ્રાફર અશોકભાઈ શાહ. તેમનું કહેવાનું થયું કે આ નાની એરિયા આવા સુંદર કાર્યક્રમ ગોઠવે છે અને બધા હળી  મળી ને ખુભજ આનંદથી કાર્ય કરે છે.  તેમનું એ પણ કહેવાનું થયું કે નાનો એરિયા છે પણ મોટી  સંખ્યામાં મેમ્બેરોની હાજરી છે.

રિપોર્ટ દેનાર   બાબુલાલ દેવજી શાહ.